છોટાઉદેપુર જિલ્લાના જુની બોડેલી ગામે સરકારી રસ્તા પરના કથિત દબાણનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. વિગતો મુજબ જમીન માલિક દિનેશભાઇ નાગરે તેમની માંગણી મુજબ દબાણ દુર ન કરાતા તેઓ ગઇકાલે વિરોધ વ્યક્ત કરવા કપડા ઉતારીને રોડ પર ઉતરી આવ્યા હતા, છતાં તેમની માંગ ન સંતોષાતા તેઓએ આજે ધરણા આદર્યા છે. જુની બોડેલીના આ સરકારી રસ્તા પરના કથિત દબાણનો વિવાદ દિવસે દિવસે વિસ્તૃત બનતો જતો દેખાય છે. દિનેશ નાગરના જણાવ્યા મુજબ બે વ્યક્તિઓ દ્વારા આ રસ્તા પર દબાણ કરાતા જનતાને તકલીફ પડે છે. આ રસ્તો બે ગામોને જોડતો મહત્વનો રસ્તો હોવા છતાં દબાણ દુર ન કરાતા આ નાગરીક દ્વારા આ બાબતે વિરોધ કરાઇ રહ્યો હોવાની વાતો જાણવા મળી છે. ત્યારે તેમના ધરણાને લઇને હવે શુ પરિણામ આવે છે તે જોવું રહ્યુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement