રાજપીપળા નગરપાલિકા દ્વારા પાલીકા પ્રમુખના વોર્ડમાં જ નગરપાલિકા સફાઈના મુદ્દે નિસફળ ગઈ હોય એમ લાગી રહ્યું છે. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર રાજપીપળાના મેન ભરચક વિસ્તાર દોલત બજારમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી કુમાર મેચિંગ સેન્ટર દુકાનની નીચે ગટર કચરા ભરેલી હોવાથી ત્યાંના જાગૃત નાગરિક દ્વારા ગટરમાંથી કચરો કાઢવા માટે કહેતા કચરો તો કાઢવામાં આવ્યો પણ એ અતિશય ગંધ મારતો કચરો પાલીકા દ્વારા ઉઠાવવાં ના આવતા ત્યાંના રહીશોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે
અને બીજી તરફ રાજપીપળા સફેદ ટાવર પાસે જાહેર રસ્તા પર કચરાના ઢગલા કરીને લેવા ના આવતા ત્યાં વેપારીની માંગ છે કે આને વહેલીમાં વહેલી તકે ઢગલાને ઉઠાવે એક તરફ સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણ ના વધે એ માટે ખૂબ પ્રયાસો કરી રહ્યા છે પણ રાજપીપળા નગરપાલિકાને કઈ જ પડી ના હોય એવું લાગી રહ્યું છે જો પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ પરિસ્થિતિ હોય તો બીજા વિસ્તારમાં તો શુ પરિસ્થિતિ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મારુ ગુજરાત સ્વચ્છ ગુજરાત અંતર્ગત વિવિધ વિસ્તારોનાં અધિકારીઓ, પદાધિકારીઓ સ્વ્ચછતા ઝુંબેશ ચલાવતા હોય છે આ ઝુંબેશ રાજપીપળા નગરપાલિકામાં કેવી પરિસ્થિતી છે સ્વ્ચછતાની તેનો સ્પષ્ટ ચિતાર અહીં જોઈ શકાય છે. જયારે સ્વ્ચછતાની વાત આવે છે ત્યારે નેતાઓ, અધિકારીઓ, વોર્ડ પ્રમુખો ઠેરઠેર નારા બાજી અને સ્વ્ચછતા અભિયાનમાં જોડાઈ જાય છે. ત્યારબાદ પરિસ્થિતી જેશે થે ? જેવી માલૂમ પડે છે. અહીં માત્ર રાજપીપળા નગરપાલિકાનો ઉલ્લેખ થયો છે પરંતુ ભરૂચ અને દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ગંદકીનાં કારણે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તેવા અનેક વિસ્તારો હોય શકે છે ?
રાજપીપળા : આરીફ જી કુરેશી