ભરૂચ જીલ્લામાં કોરોનાને વધતો અટકાવવા માટે સરકારી રાહે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે જેમાં ભરૂચ કલેકટર કચેરી ખાતે જીલ્લા વિકાસ અધિકારી અને કલેકટરની ઉપસ્થિતિમાં કોરોનાની જાગૃતિ અંગે કોરોનાની શપથ વિધિ યોજાઇ હતી.ભરૂચ જીલ્લામાં કોરોના જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃતિઓ ચરસીમાએ છે ઘણી સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સને એવોર્ડ અપાયા બાદ હવે કોરોના અંગે લોકો શપથ લઈ રહ્યા છે. આ શપથમાં કોરોના અટકાવવા માટેના વિવિધ માપદંડોનું પાલન કરાવવા અંગે શપથ લેવડાવવામાં આવે છે જેમાં માસ્ક ધારણ કરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવી વગેરેનો સમાવેશ થાય છે. હાલ જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયની આગેવાનીમાં કોરોના અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે કલેકટર કચેરીના સ્ટાફ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. આ શપથ કોરોના અટકાવવામાં ભરૂચ જીલ્લામાં કેટલી હદે સફળ થાય છે તે તો આવનાર સમય જ કહેશે ?
ભરૂચ જીલ્લામાં કોરોનાને વધતો અટકાવવા માટે કલેકટર સહિતનાં કર્મચારીઓએ ગ્રહણ કર્યા શપથ.
Advertisement