ભરૂચ જીલ્લા આરોગ્ય અધિકારીનાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લામાં કોરોના (કોવિડ-19) નાં આજે 22 કોરોના પોઝીટિવ કેસ નોંધાયા છે. ભરૂચમાં કુલ 991 સેમ્પલ આજરોજ શંકાસ્પદ દર્દીઓનાં લેવાયા હતા તથા ભરૂચ જીલ્લામાં કુલ 2448 પોઝીટિવ કેસો અત્યારસુધીનાં સરકારી આંકડા મુજબ ફલિત થાય છે જેમાં કુલ 29 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 2193 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. હાલ ભરૂચ જીલ્લામાં 226 વ્યક્તિઓ કોવિડ-19 વોર્ડમાં સારવાર હેઠળ છે તેવું જીલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે. અત્રે નોંધનીય છે કે કોરોનાને કારણે સમગ્ર દેશમાં અનેક દર્દીઓ મોતને ભેટયા છે અને કોરોનાનું લોકલ સંક્રમણ અટકાવવા સરકારી રાહે અનેક પગલાઓ ભરવામાં આવે છે તેમ છતાં કોરોનાને અટકાવવા સરકાર નિષ્ફળ નીવડી હોય તેવું સરકારી ચોપડે નોંધાતા આંકડાઓ પરથી ફલિત થાય છે. અહીં ઉલ્લેખનીય પોઝીટિવ કેસની સંખ્યા અને તેની સામે સરકારી દફતરે નોંધાયેલ મૃત્યુનાં આંકડામાં અનેક ઘણા તફાવતો જોવા મળ્યા છે. ભરૂચનાં બુદ્ધિજીવીઓ જણાવે છે કે કયાંક ને કયાંક સરકાર દ્વારા મૃતકોની યાદી છુપાવવનો પ્રયત્ન થતો હોય તેવું લાગે છે.
ભરૂચમાં લોકલ સંક્રમણ યથાવત : કુલ 2448 દર્દીઓ પોઝીટિવ દર્દીઓ સામે મૃત્યુઆંક માત્ર 29…. ?
Advertisement