નેત્રંગ ટાઉનના મુખ્ય રસ્તાઓ પંચાયત નજીકથી શરૂ થતા હોઈ ગ્રામ પંચાયત પાસેના રહેઠાણવાળા લોકો ફરી એકવાર ઘર વપરાશનું ગંદુ પાણી રોડ પર છોડી રહ્યાં છે. ગંદા પાણીનો ભરાવો થતાં રોડ પર રહેતા ગંધાતા પાણીને લઈને રોડ પરનાં દુકાનદારો ત્રાસી ગયા છે.
નેત્રંગ ટાઉનમાં ગ્રામ પંચાયત પાસે જ મેઇન રોડ પર વહીવટકર્તાઓની સામે જ રહીશો રોડ પર ઘર વપરાશનું પાણી ઠાલવી રહ્યા છે જેના કારણે જૈન દેરાસર, મંદિરોએ જતા ભાવિક ભકતોની લાગણી દુભાઇ રહી છે. પંચાયતે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં કરતા લોકો લાંબા સમયથી પરેશાની વેઠી રહ્યા છે. નેત્રંગ ગ્રામ પંચાયતની લાપરવાહીથી ટાઉનના રસ્તાઓ પર વહેતા ગટરના પાણીને લઈ તેમજ ખાડાવાળા રસ્તાને લઇ હેરાન- પરેશાન થતી પ્રજાની તકલીફ ટાઉન નિવારવાવા એક સંગઠનના હોદ્દેદાર તેમજ ગામના દિવ્યાંગ જાગૃત નાગરિક બ્રિજેશકુમાર ભરતભાઇ પટેલ દ્વારા વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં કામકાજ નઈ થતા દિવ્યાંગ વ્યક્તિએ પ્રતીક ઉપવાસની માંગણી તાલુકાના ટી.ડી.ઓ. મામલતદાર પાસે કરતાં પંચાયતે જાગૃત થઈ નળ જોડાણ કાપવાની તજવીજ પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી.
નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા જે તે ઘરોના પાણી માર્ગો પર નીકળતા હતા તેઓ પાસે બાંહેધરી પત્ર પર સહી કરાવી હતી કે હવેથી પાણી જાહેરમાં નઈ નીકળે. પરંતુ ચોમાસાની ઋતુ પત્યા પછી ફરી એકવાર આ ઘરોના વ્યક્તિઓ જાહેર માર્ગ પર ધર વપરાશના પાણીની રેલમછેલ કરી રહ્યા છે. નેત્રંગ ગ્રામપંચાયતના તલાટી સરપંચ તેમજ સભ્યો આ ગંદા પાણી તેમજ મસમોટા ખાડાની સાઈડ પર રહી પસાર થાય છે પરંતુ કોઈને કઇ શકતા નથી તેમ જણાય રહ્યું છે. આ બાબતે સ્થાનિક દુકાનદારો હેરાન પરેશાન થઈ ગયા છે અને આવનાર દસ દિવસમાં જો આ પાણીનો નિકાલ ન થયો તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
નેત્રંગનાં રસ્તાઓ પર વહેતા ગંદા પાણી અને ખાડાઓની સમસ્યા યથાવત.
Advertisement