Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : જુની બોડેલીમાં દબાણનાં પ્રશ્ને જમીન માલિક કપડા કાઢીને રોડ પર ઉતર્યા.

Share

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાં જુની બોડેલી ગામે રસ્તા પર થયેલા કથિત દબાણના મુદ્દે આજે જમીન માલિક કપડા કાઢીને રોડ પર ઉતરી આવ્યા હતા. મળતી વિગતો મુજબ બોડેલીના જુની બોડેલી વિસ્તારમાં આવેલ મહાવીર જીન પાછળના સર્વે નંબર ૧૭૦ બાબતે વિવાદ જોવા મળી રહ્યો છે. જમીન માલિક દિનેશ નાગરના જણાવ્યા મુજબ તેમણે ફી ભરીને માપણી કરાવવાની માંગણી કરવા છતાં કોઇ કાર્યવાહી નથી થઇ. તેમના કહેવા મુજબ અહિં સરકારી રસ્તા પર દબાણ થયુ છે અને જવાબદાર અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઇ પરિણામ આવ્યુ નથી. આ કથિત દબાણના પ્રશ્ને તેઓ આજે કપડા ઉતારી રોડ પર ઉતર્યા હતા અને આ રસ્તો બે ગામોને જોડતો રસ્તો હોઇ જો તેનો કોઇ ઉકેલ નહિં આવે તો તેઓએ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચનાં ભોલાવ ગામ ખાતે રેડ કરી 4 જુગારીયાઓને ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા અરબ ફેશન વીકમાં બે વખત દોડનારી પ્રથમ ભારતીય શોસ્ટોપર બની.

ProudOfGujarat

નડિયાદ ડિવીઝન દ્વારા તહેવારોને લીધે વધારાની બસો દોડાવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!