કોવિડ-19 ની ગાઈડલાઇન અનુસાર માસ્ક ફરજિયાતનો કાયદો હાલ અમલમાં છે ત્યારે તંત્ર દ્વારા જાહેર માર્ગ ઉપર માસ્ક પહેરર્યા વગર નિકળતા શહેરીજનોને પોલીસ દ્વારા આકારો દંડ વસૂલ કરવામાં આવતો હોય છે પરંતુ આજે સવારે જાહેરમાં બી.ટી.ઇ.ટી. નાં જવાન દ્વારા જાહેરમાં માસ્ક વગર રસ્તા પર સામાન્ય પબ્લિકને કનડગત કરવા માટેની જાણે કવાયત થતી હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. તો બીજી તરફ કાયદાનું રક્ષણ કરનાર જ કાયદાનું ઉલ્લંધન કરતાં હોય તેવા આ વિડીયો દ્વારા સમાચાર વાઇરલ થતાં લોકોએ પોલીસ અને બી.ટી.ઇ.ટી. ની ટિક્કા કરતાં ઉમેર્યું હતું કે એક સામાન્ય નાગરિક જયારે માસ્કની દોરી તૂટી જાય કે અન્ય કોઈ કારણથી માસ્ક જો નીકળી જાય તો તેમની પાસેથી તંત્ર દ્વારા માસ્કનો મસમોટો દંડ વસૂલાય છે. અહીં તો માસ્ક ફરજિયાતનાં કાયદાનું સરેઆમ બી.ટી.ઇ.ટી. નાં જવાન દ્વારા ઉલ્લંધન કરાયું છે અહીં નોંધનીય છે કે માસ્ક ફરજિયાત એ માત્ર જનતા માટે નહીં પરંતુ પોલીસ અને બી.ટી.ઇ.ટી. માટે પણ કડક નિયમ હોવો જોઈએ. આ વિડીયોમાં બી.ટી.ઇ.ટી. નાં જવાને ડ્રેસ પણ પહેર્યો નથી વિધઆઉટ ડ્રેસમાં જાહેર માર્ગ ઉપર સામાન્ય જનતા પર દબંગગીરિ કરતો અને સામાન્ય પબ્લિક પાસેથી પૈસા ખંખેરે છે તો તે ખરેખર બી.ટી.ઇ.ટી. નો જવાન છે કે કેમ ? તેની પણ તલસપર્શી તપાસ થવી જોઈએ તેમ અહીંનાં સ્થાનિકોની માંગણી છે.
અંકલેશ્વર : બી.ટી.ઇ.ટી. નાં જવાનની દબંગગીરી, જાણો વધુ….
Advertisement