કરજણ વિધાનસભા બેઠકનાં વિવિધ રાજકીય સમીકરણની અસર ભરૂચ જીલ્લા પર જણાય રહી છે. ત્યારે કરજણ વિધાનસભાનો ચૂંટણી જંગ કેવો રહેશે તે અંગે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. એક સમયે ભારતીય જનતા પાર્ટીને છુટ્ટા મોઢે વખોડતા અને દેશ અને ગુજરાતને ભાજપે ખાડામાં ગરકાવ કરી દીધો છે.
વિકાસનાં બદલે વિનાશ તરફ દેશ અને રાજયને લઈ ગયા છે તેવું બોલતા જેઓ થાકતા ન હતા તેવા અક્ષય પટેલ હવે ભારતીય જનતા પાર્ટીનાં ગુણ ગાઈ રાજકીય વાજા પેટી વગાડી રહ્યા છે. જનતા સારી રીતે સમજે છે કે રાતો રાત આ કઈ રીતે બન્યું તો સામે કોંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજા અક્ષય પટેલનાં એક સમયનાં ગાઢ મિત્રો હતા પરંતુ રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નહીં અને કાયમી મિત્ર નહીં તેવા દોરનો હાલ નિમ્ન કક્ષાનાં રાજકારણમાં જણાઈ રહ્યા છે. જે કરજણ વિધાનસભાનાં જંગમાં સાબિત થઈ ગયું છે. ત્યારે લોકો તો હજી પણ જાણે છે કે અક્ષય પટેલે તક સાધુ છે તેવી લોકચર્ચા ચાલી રહી છે. જે તરફનો રાજકીય પવન હોય તે તરફ જવાનો અક્ષય પટેલનો ખેલ આ વખતે ખૂબ મોંધો પડશે એમ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. જોકે કોંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે પણ આ જંગ ખૂબ કપરો સાબિત થશે એમ હાલની પરિસ્થિતી જોતાં અને લોકચર્ચા મુજબ જણાઈ રહ્યું છે.
ભરૂચ : કરજણ બેઠકનાં જંગમાં દોસ્ત-દોસ્ત નાં રહા જેવો માહોલ….. એક સમયનાં મિત્રો આગામી ચૂંટણીમાં આમને-સામને.
Advertisement