ગુજરાતમાં આગામી સમયમાં ખાલી પડેલી 8 સીટ પર ચૂંટણી યોજાનાર છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડીમાં વિધાનસભાની સીટ, લીંબડી 61 બેઠક ખાલી હોય આ બેઠકની પેટા ચૂંટણી તા.3-11-2020 ના રોજ યોજાશે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાંથી ઉમેદવારો આ બેઠક માટે જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે લીંબડી ક્ષત્રિય સમાજનાં આગેવાન કિરીટસિંહ રાણા પર પસંદગીની મહોર મારવામાં આવી છે. ક્ષત્રિય સમાજનાં આગેવાનને આ સીટ પર ભાજપ દ્વારા ઉતારવામાં આવતા લીંબડી પંથકના ગ્રામજનો અને બીજેપીના હોદ્દેદારોએ કિરીટસિંહ રાણાને આવકાર આપ્યો હતો તો 61 વિધાનસભાનાં સીટનાં કિરીટસિંહ રાણાએ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માની જીત નિશ્ચિત છે તેવા સંપૂર્ણ વિશ્વાસ સાથે લોકોને સંબોધન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે ભાજપનાં પેટા ચૂંટણીનાં ઉમેદવાર કિરીટસિંહ રાણા ક્ષત્રિય સમાજનાં આગેવાન હોય લીંબડી અને ચુડા મત વિસ્તાર બહોળા પ્રમાણમાં વસવાટ કરતો હોય, આથી ક્ષત્રિય સમાજને મહોરું બનાવી ભાજપ આગળ વધી રહ્યું છે 61 વિધાનસભાની પેટા ચૂંટણીની આ સીટ માટે ઉમેદવાર નક્કી કરવામાં જ કોકડું ગુંચવાયેલું હતું પરંતુ ક્ષત્રિય સમાજને સાથે રાખી ભાજપ આ સીટ પર કબ્જો કરી શકે છે તેવું તાજેતરની પરિસ્થિતી જોતાં લાગે છે.
સુરેન્દ્રનગર : ક્ષત્રિય સમાજને મહોરું બનાવી જીત નિશ્ચિત કરતું ભાજપ.
Advertisement