Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં પોલીસ દ્વારા વાહનચાલકોને આડેધડ મેમો અપાતા હોવાનાં આક્ષેપ સાથે બીટીએસ દ્વારા આવેદનપત્ર આપવમાં આવ્યું.

Share

ઝઘડિયા તાલુકામાં પોલીસ દ્વારા નાના-મોટા વાહનચાલકો સામે આડેધડ પોલીસ ફરિયાદો, આરટીઓ મેમો આપી કનડગત કરાતી હોવાના આક્ષેપ સાથે ભીલીસ્થાન ટાઇગર સેનાએ રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેકટરને આપ્યુ હતું. આવેદનમાં સત્વરે તેનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી અને જો તેમ નહીં થાય તો ભિલીસ્થાન ટાઈગર સેના અને ભીલીસ્થાન ટ્રાઇબલ પાર્ટી દ્વારા આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.મળતી વિગતો મુજબ છેલ્લા એક માસથી ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા પોલિસ દ્વારા સ્ટેટ હાઈવે પર તથા ગ્રામીણ રસ્તાઓ ઉપર નાના-મોટા વાહનચાલકો સામે પોલીસ ફરિયાદો તેમજ આર.ટી.ઓ.ના મેમો આપી કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભીલીસ્થાન ટાઈગર સેનાએ રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આજે ઝઘડિયાના નાયબ કલેકટરને આપ્યુ હતું.આવેદનપત્રમાં જણાવાયા મુજબ ઝઘડીયા તાલુકામાં પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઇવિંગ, ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ, અડચણરૂપ પાર્કિંગ, હેલ્મેટ વગર ડ્રાઇવિંગ, વાહનના દસ્તાવેજ સાથે નહી રાખવા વગેરે બાબતોના બહાના હેઠળ હજારોનો દંડ ફટકારાતો હોવાનુ જણાવાયુ હતુ અને આને માટે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલા ભરવા જણાવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયુ હતું કે ખાનગી વાહનચાલકો અને રોજગારી માટે જતા યુવાનોને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ટ્રાયબલ વિસ્તારમાં‌ ‌લોકો માટે જીવનનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યુ છે અને લોકો આ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોના માથે આ વધારાનો બોજ ગણાવો જોઇએ. આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોઇ લોકો આ વધારાનો બોજ સહન ના કરી શકે. આવેદનપત્રમાં આ વાત બંધ કરાવવા માંગ કરી હતી. મોટી મોટી દંડની રકમ ફટકારાતા દંડ ભરવો કે પોતાના ઘરનો ચૂલો સળગાવવો તે દંડાયેલ વાહનચાલકો માટે કપરી પરિસ્થિતિ ઊભી કરે છે. જો ઝઘડીયા તાલુકામાં પોલીસ દ્વારા વાહનચાલકોને ખોટી રીતે દંડ કરવાનું બંધ કરવામાં નહીં આવે તો ભિલીસ્થાન ટાઈગર સેના તથા ભિલીસ્થાન ટ્રાઇબલ પાર્ટી દ્વારા આંદોલન, પ્રતિક ધરણાં કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ ભરૂચ

Advertisement

Share

Related posts

નેત્રંગમાં તાલુકાભરનાં લોકોએ ઘરની બહાર દીપ પ્રગટાવ્યા હતા.

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી સંધ દિવસ અંતર્ગત મૂળ નિવાસી સંધ તેમજ ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગમાં કોંગ્રેસ તાલુકા સમિતિની મીટિંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!