નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા રાજપારડીના દિનેશ વસાવા નામના યુવાન પર મગરે હુમલો કરી તેને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો આ યુવાનનો અડધો ખાધેલો મૃતદેહ ઘટનાના છેક ત્રીજા દિવસે લિમોદ્રા નજીકના કિનારે મળ્યો હતો. મગર દ્વારા યુવાન પર કરાયેલા આ જીવલેણ હુમલાના કારણે નર્મદા કિનારાના ગામોની જનતા ભયભીત બની છે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી નર્મદામાં મગરો વસવાટ કરી રહ્યા છે અને નર્મદામાં મગરો દ્વારા ભુતકાળમાં પણ માણસો પર જીવલેણ હુમલા કરાયા હોવાની ઘટનાઓ બની હતી. હાલમાં આ રાજપારડીના ૩૫ વર્ષના દિનેશ વસાવા નામના યુવાન પર મગરે જીવલેણ હુમલો કરતા લોકોમાં ભય ફેલાયો હોવાની વાતો જાણવા મળી છે. ઝઘડીયા તાલુકાના ઘણા ગામો નર્મદા કિનારે વસેલા છે. મગરો દ્વારા માણસો પર કરાતા જીવલેણ હુમલાઓના કારણે કાંઠા વિસ્તારની જનતા ચિંતિત બની છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement