રાજપીપળા શહેરના ઘણા વિસ્તારોમાં પાણીની તકલીફની વારંવાર બુમ ઉઠે છે જેમાં હાલમાં જ દરબાર, આરબ ટેકરા સહિતના કેટલાક વિસ્તારોમાં પાણીની રામાયણ હજુ દૂર થઈ નથી ત્યાં અઠવાડિયાથી મોતીબાગ વિસ્તારના અડધા ઘરોના નળમાં પાલીકાનું પાણી આવતું ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આવનારા સમયમાં પાલીકાની ચૂંટણી હોય ઉપરાંત મહેકમના કારણે ઘણા કર્મચારીઓને છુટા કરતા રાજપીપળા શહેરમાં પાણી સહિત ઘણી તકલીફો જોવા મળી રહી છે ત્યારે મુખ્ય અધિકારી લોકોની તકલીફો વહેલી તકે દૂર કરવા પગલાં લે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જોકે પાલીકાના વોટર વર્કસ સુપરવાઈઝરને મોતીબાગ વિસ્તારના જાગૃત નાગરીકે ટેલિફોનિક ફરિયાદ કરી તો સુપરવાઈઝરે કહ્યું કે મારી પાસે માણસો ઓછા છે છતાં કાલે ચેક કરાવી જોઇ લઈએ કે ક્યાં ક્ષતિ છે ત્યારબાદ તકલીફ દૂર કરીશુ. આમ સ્ટાફ ઓછો કરી પાલીકાનું ગાડું ગબડાવતા રાજપીપળાના લોકોને પાણી સહિત અનેક તકલીફોમાંથી પસાર થવું પડે છે.
વોર્ડ નંબર ૫ ની મહિલાએ જણાવ્યા મુજબ ગણીવાર નિયમિત સફાઈ કરવામાં પણ નથી આવતી ગટરો પણ ભરેલી હોય છે અને પાણી તો આપવામાં નથી આવતું અમે અમારા વોર્ડના સભ્યોને પણ રજૂઆત કરીને થાકી ગયા છે છતાં પણ અમારી સમસ્યા કોઈ સાંભળતું જ નથી અમારી માંગણી છે કે વહેલીમાં વહેલી તકે પાણીની કાયમી સમસ્યા દૂર કરીને પૂરતા પ્રમાણમાં પાણી આપે એવી અમારી માંગ છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી