ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા વાહન ચોરોને પકડી પાડી વાહન ચોરી ડામવા તેમજ બનેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના આપવામાં આવેલ તે મુજબ એ.સી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર દહેજ પોલીસ સ્ટેશન નાઓની નેતૃત્વ હેઠળની એક ટીમ પેટ્રોલીંગ દરમ્યાન સાથેના અ.પો.કો પંકેશભાઇ તુલસીરામ તથા એલ.આર પીંટુભાઇ ગટુરભાઇ નાઓની સંયુક્ત બાતમીનાં આધારે ચોરીમાં ગયેલ હીરો કંપનીની મોટર સાયકલો ઝડપી પાડવામાં પૂઆવેલ હતી. પુછપરછ દરમિયાન વધુ મોટર સાયકલ ઉઠાંતરીના બનાવોનો પર્દાફાશ થયો હતો. દહેજ પોલીસે બે આરોપીઓની અટક કરી જેમાં (૧) મોહંમદ સાબીર મોહંમદ ઇશાક દિવાન હાલ રહે – જુની સિવિલ કોટ પારસીવાડ તા.જી.ભરૂચ મુળ રહે, મોચી ફળીયુ ઘંટાઘર જી રતલામ (એમ.પી) (૨) રમઝાન અબ્દુલ ખાલીદ અંસારી હાલ રહે. મકાન નં. ૫૭ રામેશ્વર સોસાયટી જોલવા તા. વાગરા જી.ભરૂચ મુળ રહે – લુવારમંડી થાના – ગણપતી બુરહાનપુર (એમ.પી) નાઓનો સમાવેશ થાય છે. પોલીસે મોટર સાયકલ અને મોબાઈલ સાથે કુલ રૂ. 60,000 કરતા વધુની મતા જપ્ત કરેલ છે.
ભરૂચ : મો.સા. ચોરીનાં બે જુદા – જુદા ગુન્હામાં ચોરીમાં ગયેલ બે મો.સા. સાથે બે ઈસમોને ઝડપી પાડતી દહેજ પોલીસ.
Advertisement