મહાનિરીક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચનાઓએ આપેલ સુચના આધારે કે.એમ.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર હાંસોટ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંભેટા પટિયા નજીક એક ટાટા ટેમ્પો નં. GJ-16-Z-5186 માં ત્રણ ઇસમો શંકાસ્પદ સામાન સાથે હોય જે અંગે પાકુ બીલ કે આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા ચોરી કરી છળ કપટથી મેળવેલ હોવાનું જણાતા લોખંડના એંગલો તથા લોખંડના પતરા કાપેલા એંગલો સાથેના ભંગાર તેમજ ગેસ કટીંગ વેલ્ડીંગના બોટલ નંગ -૫ તથા પાણીના પ્લાસ્ટિકના કુલર જગ નંગ – ૭ તેમજ એક એલ્યુમીનીયમનું તપેલું કિં.રૂ .૭૨,૦૯૦ / – નો મુદ્દામાલ ટેમ્પા નંબર- GJ – 16 – Z – 5186 મળી કિં.રૂ .૪,૦૦,૦૦૦ / – તથા અંગ ઝડતીમાંથી મળેલ મોબાઇલ ફોન નંગ -૩ કિં.રૂ .૮૫૦૦ / – મળી કુલ કીં.રૂ. ૪૮૦૫૯૦ /- નો ગણી CRPC ક .૧૦૨ મુજબ કબ્જે કરેલ છે અને ત્રણે ઇસમોને CRPC ક .૪૧ (૧) ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.ચૌધરી હાંસોટ પો.સ્ટે. નાઓ કરે છે. પકડાયેલ આરોપીઓમાં (1) મોહમદ રઝા મોહમદ બરકન ખાન રહે.નવજીવન હોટલ નજીક ખુલ્લી જગ્યામાં, અંકલેશ્વર મુળ રહે. મોહના પશ્ચિમ, પુરે બહબાલ, મુસાફીર ખાના, જિ. અમેઠી, (યુ.પી.) (2) અઝરૂદીન જૈનુલાબ્દિન ખાન રહે. કાપોદ્રા, ઝકડિયા પાર્ક, અંકલેશ્વર, મુળ રહે.ઓલવલીયા, તહેસીલ- સહેઝાનવા, જિ.સંત કબીર નગર યુ.પી ) (3) મોહમદ કામરાન મઝહાર ધોબી રહે.આઝાદ માર્કેટ, ભડકોદ્રા, મુળ રહે.મ.નં.૭૮૩ નવુ લવકુશ નગર, ઇન્દીરા નગર, પોલીટેકનીકલ ચોક પાસે, લખનઉ, યુ.પી. ને ઝડપી પાડેલ છે.
ભરૂચ : પેટ્રોલીંગ દરમ્યાન ટેમ્પામાં શંકાસ્પદ સામાન સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી હાંસોટ પોલીસ.
Advertisement