Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુના બજાર વિસ્તારમાં આવેલ ખાદી ભંડારની છત ધરાશાઈ, સદભાગ્યે કોઈ જાનહાની કે ઇજા નહી

Share

ભરૂચ નગર ના વેપારીમથક એવા જુના બજાર વિસ્તાર માં આવેલ ખાદી ભંડારની છત ધરાશાઈ થઈ ગઈ હતી. ભરૂચ નગર ના ઘણા મકાનો ખુબ બિસ્માર હાલતમાં છે. આવા મકાનો ક્યારે ધરાશાઈ થાય તે કહેવાય નહીં તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. કેટલીક વાર જર્જરિત મકાનનો કોઈ હિસ્સો તૂટી પડતો હોય છે. આવા જર્જરિત મકાનો જોખમકારક હોવાથી મોટી હોનારત સર્જાય તેવી શક્યતા પણ રહેલી છે. જુના બજાર માં આવેલ ખાદી ભંડાર નું મકાન પણ જર્જરિત છે. જર્જરિત મકાન પાસેથી મુખ્ય રસ્તો પસાર થાય છે. પરંતુ રવિવાર હોવાથી ખાદી ભંડાર બંધ હતો. અને લોકોની અવર જવર નહિવત હતી. જેથી ખાદી ભંડાર ની છત ધરાશાઈ થઈ તે ઘટનામાં કોઈ જાનહાની કે કોઈ ને ઇજા થઈ ન હતી. ફાયર બ્રિગેડના જવાનો ઍ કાટમાંલ ખસેડવાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં નિકાસ સંબંધિત ફેમા અને આરબીઆઈ ગાઈડલાઈન અંગે ટ્રેનીંગ યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વરમાં અગ્નિ તાંડવ : જીઆઈડીસી માં આવેલ નિરંજન લેબોરેટરી સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડની નવી ફંડ ઓફર : મીરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇટીએફ રજૂ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!