સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આમઆદમી પાર્ટીનું કોસંબા ખાતે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો. આમઆદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન આમઆદમી પાર્ટી માંગરોળ તાલુકાના પ્રમુખ યુનુસભાઈ ભૂલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આમઆદમી પાર્ટી દ્વારા માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં મૌન રેલી કાઢવામાં આવી. આ મૌન રેલી કોસંબા, આસારમા,લીંબાડા, સિમોદ્રા, મોસાલી ચોકડી, વાંકલ, ઝંખવાવ અને ઉમરપાડાના વિવિધ ગામોમાં ફરી હતી.
આ મૌન રેલી કાઢી આમઆદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર માટે યોજવામાં આવી હતી. પેમ્પલેટમાં જણાવ્યા પ્રમાણે આમઆદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઓક્સિમીટર મિત્ર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. તમને ખાંસી, શરદી, શ્વાસ લેવાની તકલીફ જણાય તો આમઆદમી પાર્ટીના કાર્યકર્તાનો સંપર્ક કરવાથી તમારા શરીરનુ ઓક્સિજન ઓછું જણાશે તો તમને હોસ્પીટલમાં દાખલ કરાવવામાં પણ મદદ કરશે. આ સમયે આમઆદમી પાર્ટીના તાલુકા પ્રમુખ યુનુસભાઇ ભૂલા, માંગરોળ તાલુકા મહામંત્રી મહેન્દ્રભાઈ, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ભાઈ ઈટાલીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ મકવાણા (વાંકલ )અને જિલ્લાની ટીમો હાજર રહી હતી.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.