Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળાની નગરપાલિકા પુસ્તકાલયમાં દૈનિક અખબારોનાં બિલો ન ચૂકવાતા અમુક વિતરકોએ પેપર આપવાનું બંધ કર્યું.

Share

રાજપીપળાના દરબાર રોડ ઉપર આવેલી સાર્વજનિક પુસ્તકાલય (લાઈબ્રેરી) નગરપાલિકાના રેઢીયાળ તંત્રનો ભોગ બની છે. લોકો રોજીંદા સમાચારો વાંચી શકે અને વિધાર્થીઓ અને વાંચનનો શોખ ધરાવતા લોકોને વિવિધ સાહિત્યીક પુસ્તકો વિના મુલ્યે વાંચવા મળે એ માટે બનેલી પુસ્તકાલયમાં હાલ રોજીંદા કેટલાક મુખ્ય અખબારો છેલ્લાં ઘણાં સમયથી બંધ છે, તપાસ કરતાં જાણવા મળ્યું કે આ લાઈબ્રેરીમાં રોજીંદા ધોરણે દૈનિક અખબારો પુરા પાડતાં વિતરકોને બિલની ચુકવણી નહીં કરાતા અખબારોના વિતરકોએ પેપર આપવાનુ બંધ કર્યું છે. જેના કારણે હાલ લાઈબ્રેરીમાં પેપર વાંચવા આવતા વાંચકો અને ખાસ સિનિયર સિટીજનો નારાજ જોવા મળ્યા છે. વિવિધ પબ્લિકેશનો તરફથી આવતા મેગેઝિન અને સાપ્તાહિકો અને બાળકોને રસ પડે એવા બાળ સાહિત્ય પણ વર્ષો જુના છે.

જાણવા મળ્યા મુજબ રાજપીપળા નગરપાલિકા સંચાલીત સાર્વજનિક પુસ્તકાલયના વાર્ષિક હીસાબના ખર્ચના હિસાબો સરકારમાં રજુ કર્યા ન હોય ને રૂ.55 હજાર જેટલી વાર્ષિક નિભાવની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવે છે તે પણ છેલ્લા લગભગ બે વર્ષથી આવી રહી નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટનો વહીવટ કરવા ટેવાયેલા મુખ્ય અધિકારી માટે જાણે રૂ.55 હજારની ગ્રાન્ટ મામુલી હોય શકે પણ વાંચનનો શોખ ધરાવતા લોકો અને સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટેએ બહુ અમુલ્ય છે, પણ વાંચન અને પુસ્તકો જેવા નિરસ વિષયોમાં બહુ રસ ન દાખવતા પાલિકાના શાસકોને એની કદાચ સમજણ નહીં હોય એમ બની શકે.

Advertisement

રાજપીપળા નગરની દરબાર રોડ ઉપર આવેલી પુસ્તકાલય (લાઈબ્રેરી) ગેરવહીવટ અને ઉપેક્ષાનો ભોગ બની છે, એક સમયે વાંચકોથી ભરપુર રહેતી લાઈબ્રેરીમાં હાલ જુજ વિધાર્થીઓ જ આવી રહ્યાં છે અને એ પણ પોતાના ખર્ચે મોંઘાદાટ ખરીદેલા પરીક્ષાલક્ષી પુસ્તકો લાવી વાંચવા આવે છે. તો કરોડોના દેવામાં ડૂબેલી રાજપીપળા નગરપાલિકા આ પુસ્તકાલય પાછળ લાઈટ બિલ, પગાર સહિતનો ખર્ચ કેમ કરે કરાય છે ? જ્યારે સરકારમાંથી મળતી ગ્રાન્ટ બાબતે જ જો અધિકારીને રસ ન હોય તો પુસ્તકાલય પાછળનો આવો ખર્ચ શુ કામનો..?

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, સીબીએસઈ ક્લસ્ટર-૧૩ વેસ્ટ ઝોનમાં કબડ્ડી ટીમ વાઘોડિયા ખાતે સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

નડિયાદના ટ્રાવેલ્સ એજન્ટને અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો

ProudOfGujarat

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વચ્ચે રાહત કેન્દ્ર અને રાજય સરકારના અઢી -અઢી રુપિયાનો ઘટાડો થતા પેટ્રોલ અને ડિઝલમાં 5 રુપિયાનો ઘટાડો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!