ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી એસ.ઓ. જી પોલીસે નશીલા દ્રવ્ય વહન કરતા એક ઈસમને ઝડપી પાડયો હતો. ઝાડેશ્વર ચોકડી પાસે મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી નાં પી.આઈ પી.એન પટેલ સી ડિવિઝનનાં પી.આઈ ઉનડકટ અને સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી તેવામાં બાતમી મુજબનો વ્યક્તિ જણાતા તેને પકડી લેવામાં આવ્યો હતો તેની તપાસ કરતા તેનું નામ ઈકરામ યુસુફ પટેલ રહે. ગોરેગાંવ મુંબઈ જણાયું હતું જયારે તેની પાસેથી મેફેડ્રોન નામનું પ્રતિબંધિત નશીલું દ્રવ્ય 43 ગ્રામ 40 મિલી ઝડપાયું હતું. જેની કિંમત રૂ. 4,34,000 જેટલી થાય છે તથા મોબાઈલ કિં રૂ.3000 મળી કુલ કિં. રૂ.4,37,000 નો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ દ્રવ્યની માંગ નશો કરનારાઓમાં વધુ હોવાનું જાણવા મળેલ છે પરંતુ મુંબઈનો આ ઈસમ ક્યાંથી ક્યાં જવાનો હતો અને નશીલા દ્રવ્ય કોને પહોંચાડવાના હતા તે બધી બાબતો તપાસનો વિષય બની ગયો છે.
ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી લાખો રૂપિયાનાં નશાયુકત પદાર્થ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.
Advertisement