Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઓ.એન.જી.સી પેટ્રો એડિશન લિમિટેડ (ઓપાલ), દહેજ અને મેઘમની ઓર્ગનિક્સ લિમિટેડ કંપની દ્વારા કુલ ૧૬ લાખનું દાન મળ્યું.

Share

હાલમાં પ્રવર્તમાન કોવિડ – ૧૯ ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પુરી પાડતી અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને તેની સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ દહેજ ખાતેની ઓ.એન.જી.સી પેટ્રો એડિશન લિમિટેડ (ઓપાલ) દ્વારા ૫ લાખનું અને મેઘમની ઓર્ગનિક લિમિટેડ દ્વારા ૧૧ લાખનું દાન આપવામાં આવ્યું. આ પ્રસંગે ઓપાલ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અવિનાશ વર્મા, પ્રેસિડેન્ટ શ્રી મનોજ શ્રીવાસ્તવ, સીએફઓ શ્રી ભટ્ટાચાર્યજી, સીઓઓ શ્રી બાસુ, મેઘમની કંપની તરફથી શ્રી પ્રશાંત પટેલ મેનેજર એડમિનિસ્ટ્રેશન, શ્રી કુંતલ મોઢીયા મેનેજર હ્યુમન રિસોર્સ, ડૉ. હિમાંશુ શ્રીવાસ્તવ, ફેક્ટરી મેડિકલ ઓફિસર તેમજ હોસ્પિટલ તરફથી ટ્રસ્ટી શ્રી કમલેશ ઉદાણી અને શ્રી હિતેન આનંદપુરા હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓપાલ અને મેઘમની કંપનીના કોવિડ પોઝિટિવ કર્મચારીઓની સારવાર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે થઇ હતી અને તેઓ તરફથી હોસ્પિટલની સારવાર અને અન્ય સેવાઓનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ ઉદાણી અને શ્રી હિતેનભાઈ આનંદપુરાએ કંપનીના આ ઉમદા કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો અને એની સાથે જ હોસ્પિટલનો કંપની સાથેનો નવો સંબંધ પ્રસ્થાપિત થવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા બાબતે આમુ સંગઠને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

સીરત કપૂરના પિતા વિનીત કપૂર અને અભિષેક બચ્ચન વચ્ચે ઉગ્ર લડાઈ, અભિનેત્રીએ વીડિયો શેર કર્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગોરા ગામના અસરગ્રસ્તોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!