તાજેતરમાં સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે ઠરાવ પસાર થતાં જ ઉગ્ર વિરોધ ફેલાયો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવામાં આવતા સખત વિરોધ કરવામાં આવ્યા છે. જે અંગે ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોશિએશન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી વિરોધ કરતાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ નોટરી એસોશિએશન દ્વારા પણ આ જ રીતે ઠરાવ કરવામાં આવેલ છે. ઠરાવમાં જણાવ્યા મુજબ વકીલોએ વર્ષો સુધીની મહેનત કર્યા બાદ તેઓએ સોગંદનામુ એફિડેવિટ કરવાની સત્તા ધરાવી શકે છે ત્યારે આ સત્તા પર તરાપ મારવા બરાબર તલાટીઓને સત્તા સોંપી દેવાય છે જે અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
Advertisement