ભરૂચ જીલ્લાનાં ઝધડિયા તાલુકાનાં ખર્ચી ગામ ખાતે આશરે 5 વર્ષ પહેલા એક બનાવ બન્યો હતો જેમાં પટેલ સમાજ અને વસાવા સમાજ આમનેસામને આવી ગયા હતા. આ બનાવનાં પ્રત્યધાતો ગતરોજ તા.7-10-2020 ની સમી સાંજે ખર્ચી ખાતે પડયા હતા.
જેમાં 5 વર્ષ પહેલા બનેલ ઘટનાની રીશ રાખી બે જુથ સામસામે આવી જતાં ઝધડો અને મારામારી થઈ હતી જેમાં સરપંચ સુખદેવભાઈ રામુભાઈ વસાવા, અજયભાઈ સુખદેવભાઈ વસાવા, પ્રવીણભાઈ સરાદભાઈ વસાવા, પ્રવીણભાઈ રમણભાઈ વસાવા, પરેશભાઈ રમણભાઈ વસાવા, બેચરભાઈ સીતાભાઈ વસાવા, તમામ રહે. ઝધડિયા ખર્ચી નાઓને ઇજા પહોંચી છે જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામને ઇજા પહોંચાડનાર આરોપીઓ આશિષ પ્રેમાભાઇ પટેલ, વિજય મગનભાઇ પટેલ, નિલેષ રામજી વસાવા, નિલેષ ગણેશભાઈ પટેલ, હાર્દિક ભગા, બાદલ ટીનાભાઇ પટેલ, જયેશ લક્ષ્મણભાઈ પટેલ, રમેશ મગનભાઇ પટેલ છે. જયારે સિવિલ હોસ્પિટલ ખાતે સામા પક્ષનાં લોકો આવી જતાં ફરી એકવાર ઉગ્ર બોલાચાલી અને મારમારીની ઘટના બની હતી જેમાં એક કારનાં કાચ તૂટયા હતા.
આ બનાવ અંગે ભરૂચ સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. ભરૂચ સિટી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
ભરૂચ : ઝધડિયા તાલુકાનાં ખર્ચી ગામ ખાતે 5 વર્ષ પહેલા બનેલી ઘટનાનાં પ્રત્યાધાત સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા.
Advertisement