પશુ પંખીની સેવા અને સારવાર કરતી મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યા હતા. અયોધ્યા નગર ભરૂચ ખાતે રહેતા જયાબેન પરમારને શ્વાન સાથે ખુબ લાગણી હોવાથી તેઓએ અત્યાર સુધી 27 શ્વાન પાળ્યા હતા. પરંતુ હવે આર્થિક અને અન્ય કારણોસર આ તમામ શ્વાન મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. જોકે જયાબેનની લાગણી જોતા તમામ શ્વાન તેમને ત્યાં જ રહેશે. આજે તેમને ખીરનું ભોજન આપવામાં આવ્યું હતું. આ શ્વાનમાં ગલુડીયાઓનો પણ સમાવેશ થાય છે મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ તાલુકાના કરજણ ખાતે કાલીનદી કનહાઈ ગૌશાળા પણ ધરાવે છે.
Advertisement