ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે સેનેટરી અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ બેન્ક અમદાવાદ તેમજ વિજયભારતી સંસ્થા સારસાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નાબાર્ડના અધિકારી અનંત વર્ધમ, વિજયભારતીના પ્રમુખ રતિલાલ રોહિત, સારસાના તલાટી સુરેશભાઈ પરમાર અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાહતા. રાજપારડી, સારસા, કાકલપોર, ઉમધરા, વઢવાણા, હરીપુરા, વણાકપોર વિગેરે ગામોની મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. રતિલાલ રોહિતે કાર્યક્રમની રુપરેખા સમજાવી હતી અને જીવનમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવીને સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત કોરોનાથી બચવા સોસિયલ ડિસ્ટન્સ અને નિયમિત માસ્કનો ઉપયોગ કરવા જણાવ્યુ હતું. તેમજ ખુલ્લામાં શૌચ નહિ કરવુ અને તેમાટે ઘેર ઘેર શૌચાલયો બનાવવા હાકલ કરી હતી. નાબાર્ડના અધિકારીએ ૧૫ મિનિટની પ્રસંગોચિત ટુંકી ફિલ્મ બતાવીને નાબાર્ડ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝધડિયા તાલુકાનાં સારસા ગામે સેનેટરી અવેરનેશ કાર્યક્રમ યોજાયો.
Advertisement