તાજેતરમાં ઉત્તર પ્રદેશનાં હાથરસ જિલ્લામાં દલિત દીકરી પર થયેલ અત્યાચાર, બળાત્કાર અને હત્યાના બનાવના વિરોધમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેકટરને સંબોધીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દીકરીઓની સુરક્ષા અંગે સરકાર અને સમાજે ગંભીરતાથી વિચારવું જોઈએ, આવેદનપત્રમાં એમ પણ જણાવાયુ છે કે ખુબ મોટી સંખ્યામાં આત્મહત્યાના બનાવો બને છે જયારે સજા ખુબ ઓછા નરાધમોને મળે છે. સમાજમાં યુવાનોને દીકરીઓનાં સન્માન કરવા અંગે તાકીદ કરવી જોઈએ. મહિલા પર અત્યાચાર અંગે કાયદાનું પાલન ધર્મ કે જાતિ આધારિત ન થવું જોઈએ. કોઈપણ દીકરી કે મહિલા પર અત્યાચાર કે બળાત્કાર થાય તયારે નરાધમો સામે કડક પગલાં ભરવા જોઈએ. આવેદનપત્ર સેજલ દેસાઈની આગેવાનીમાં જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું.
Advertisement