Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં ચેરમેનશ્રી પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લાના યોગગુરુઓ અને સાધકો સાથે યોગસંવાદ કર્યો.

Share

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન ગોધરા ખાતે જિલ્લાના યોગ કોચ, યોગ પ્રશિક્ષકો અને યોગ સાધકો સાથે યોગસંવાદ કર્યો હતો. ગોધરાના સરદારનગર ખંડમાં સોશિયલ ડિસ્ન્ટન્સિંગની સાવચેતી સાથે એકત્રિત થયેલ યોગસાધકો-પ્રશિક્ષકો સાથે વાર્તાલાપ કરતા શ્રી શીશપાલજીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોના મહામારીના સમયમાં યોગની પ્રાસંગિકતા અનેકગણી વધી છે. સાધકની ઈમ્યુનિટી મજબૂત કરવા સહિત વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થતા યોગના ફાયદા દેશ-દુનિયાના દરેક ખૂણે પહોંચે તે દિશાના પ્રયાસો માત્ર ભારત અને ભારતીય સંસ્કૃતિની જ નહીં પરંતુ સમગ્ર માનવજાતની સેવા ગણાશે. વ્યક્તિના શારીરિક-માનસિક સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી ફેરફાર લાવતા યોગની શિક્ષા આપવાને તેમણે તબીબોના કાર્ય જેટલું જ અગત્યનું ગણાવતા આ ઉમદા કાર્યનો ભાગ બનવા બદલ ઉપસ્થિત યોગ કોચ-ટ્રેનર્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અનુસાર ભારતને વિશ્વગુરૂ બનાવવું હશે તો દરેક દેશવાસીને સશક્ત બનાવવો પડશે અને તે રીતે જ એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થશે. યોગના વિવિધ અંગોનો અભ્યાસ વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ શક્ય બનાવે છે અને તેથી દરેક છેવાડાના માનવી સુધી યોગનું જ્ઞાન પહોંચાડવાનું કાર્ય ગુજરાત યોગ બોર્ડે અભિયાનની માફક ઉપાડ્યું છે. સમગ્ર રાષ્ટ્રને યોગમય બનાવવા યોગકોચો-ટ્રેનર્સે પોતાનો પણ વિકાસ કરવો જરૂરી છે એમ જણાવી નિયમિત રીતે સ્વાધ્યાય-અભ્યાસ કરવા, યોગના દરેક અંગનો ગાઢ અભ્યાસ કરી પરફેકશન કેળવવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે યોગ શિક્ષણક્ષેત્રે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓ –પતંજલિ, આર્ટ ઓફ લિવિંગ અને લકુલીશ સહિતના યોગ ગુરૂઓને જિલ્લાનો દરેક છેવાડાનો માનવી યોગથી સારી રીતે પરિચીત થાય અને તેને પોતાની જીવનશૈલીનો ભાગ બની નિરોગી બને તે દિશામાં કામ કરવા આગ્રહ કર્યો હતો. દરેક તાલુકાના ૨ યોગ કોચ દ્વારા દર મહિને ૨૦ યોગ ટ્રેનર્સને તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ રીતે એક વર્ષમાં સમગ્ર રાજ્યમાંથી ૫ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવશે, જે યોગ ક્રાંતિની મશાલ રાજ્યના ખૂણે-ખૂણે પ્રજવલ્લિત કરશે.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તાશ્રી અમિત અરોરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગના ફાયદા માત્ર શારીરિક-માનસિક તંદુરસ્તી પૂરતા મર્યાદિત નથી. યોગ સ્વસ્થ જીવનશૈલીનો સંપૂર્ણ માર્ગ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વમાં યોગ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે સ્વીકૃતિ પામ્યો છે ત્યારે આપણે પણ ભારતના વારસા સમાન યોગને જીવનમાં વણી લેવો જોઈએ. કોરોના સારવારમાં પણ પ્રાણાયામ-આસાન અને આયુર્વેદિક ઉપચારો ઘણા અસરકારક સાબિત થયા છે.

ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા દરેક તાલુકામાં ૨ યોગ કોચ તૈયાર કરવામાં આવ્યા છે. આ યોગ કોચ અન્ય યોગ ટ્રેનર્સ તૈયાર કરે અને સ્થાનિક કક્ષાએ યોગ વર્ગો શરૂ કરી યોગજાગૃતિ પ્રસરાવે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
આ તૈયાર થયેલ યોગ ટ્રેનરો મારફતે અન્ય લોકો સુધી યોગની પ્રવૃત્તિઓ થાય અને લોકો યોગ કરતા થાય તે માટે યોગ કલાસ શરૂ કરી સતત પ્રયત્નો થઇ રહયા છે.
આ પ્રસંગે યોગ વિદ્યાર્થીઓ દ્વારા અદભુત યોગ નિર્દશનો પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોગ બોર્ડના સભ્ય શ્રી ભાનુભાઈ ચૌહાણ, પતંજલિના પંચમહાલ ખાતેના પ્રભારી લક્ષ્મણભાઈ ગુરવાણી, રામમંદિરના મહંતશ્રી, કાલોલ નગરપાલિકા પ્રમુખ સુશ્રી શેફાલીબેન, સિટીબેન્કના ચેરમેનશ્રી કે.ટી. પરીખ, પરિમલભાઈ પાઠક, ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજની સુવિધાના ખસ્તા હાલ : સાંસદ મનસુખ વસાવાએ ખોલ્યા રાઝ.

ProudOfGujarat

માંગરોળ આરોગ્ય કચેરીમાં કોરોના રોગની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

ત્રીજી લહેરના ભણકારા: ગુજરાત આવેલા BSF ના 51 જવાનોમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!