ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ટયુશન ફી ઉપરાંત અન્ય ફી ઉધરાવવામાં આવતી હોવાની માહિતી સાંપડતા જ NSUI દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ધરણાં કાર્યક્રમમાં NSUI નાં પ્રમુખ યોગી પટેલ તેમજ અન્ય આગેવાનોએ ભાગ લીધો હતો. યોગી પટેલનાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ પાસે ટયુશન ફી ઉપરાંત અન્ય ફી લેવામાં આવે છે અને ચોકકસ મુદ્દતમાં ફી ન ભરવામાં આવે તો પ્રવેશ રદ કરવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે એટલું જ નહીં પરંતુ જેટલી ફી લેવામાં આવે છે એના કરતાં ઓછી ફી ની રસીદ આપવામાં આવે છે જે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં કર્તાહર્તાઓએ સરકારનાં આદેશોનું ઉલ્લંધન કર્યું છે એવો આક્ષેપ કર્યો હતો. આ ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન NSUI નાં 10 થી વધુ કાર્યકરો અને આગેવાનોની અટક કરવામાં આવી હતી.
Advertisement