૨ ઓક્ટોબર સમગ્ર ગુજરાતમાં ગાંધીજયંતિ અને સ્વચ્છતા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સરકારશ્રીના પરિપત્ર મુજબ દર વર્ષે માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે ૨ જી ઓક્ટોબરના રોજ ગાંધીજયંતી નિમિત્તે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ શ્રી એન.ડી.દેસાઇ સાર્વજનિક હાઇસ્કૂલમાં “હેન્ડવોશ” નો કાર્યક્રમ આંગણવાડી અને કિશોરીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ નાંદોલા, વાંકલ, ઝરણી, સણધરા, બોરીયા, ઓગણિસા ગામની આંગણવાડીનાં બહેનો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં કિશોરીઓને કીટનું વિતરણ કરાયું હતું અને આંગણવાડી કેન્દ્ર નાંદોલા-૧નાં વર્કર તેજલબેન એસ.ચૌધરીને શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને સોનલબેન આર.ચૌધરી અને શ્રેષ્ઠ આંગણવાડી તેડાગર તરીકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડીના બહેનો દ્વારા તેમની સફળ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ.