લીંબડી ટાંકી ચોક પાસે બે મહાકાય પીપળાના ઝાડ ઉગી નીકળલ છે અને આ બન્ને જગ્યામા એક જગ્યાએ પીજીવીસીએલ નું ટીસી આવેલ છે અને બીજી જગ્યાએ વીજપોલ આવેલ છે ત્યારે આ બાબતે લોકો દ્વારા અવારનવાર આ ઝાડ હટાવવા રજુઆત કરવામાં આવી છે તેમ છતાં નહીં હટાવતાં લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાત ભરમાં જ્યારે ચોમાસું અંત તરફ છે ત્યારે અલગ અલગ લીંબડીના વિસ્તારમાં વિજ પોલ અને વિજ વાયર સાથે ઝાડી ઉગી નીકળલ છે ત્યારે લીંબડી ના ટાકીચોક વિસ્તારમાં બે મહાકાય પીપળાના વૃક્ષ ઉગી નીકળલ છે જેમાં એક જગ્યાએ ઈલેક્ટ્રીક ટીસી આવેલ છે ત્યારે બીજી જગ્યાએ જર્જરિત હાલતના મકાન પાસે વિજપોલ છે જ્યાં ઈલેક્ટ્રીક લાઈન નિકળી રહેલ છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો પીજીવીસીએલ કચેરી ખાતે આ મહાકાય પીપળો કાપવા રજુઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી પીજીવીસીએલ આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલા કારોલ ગામે એક વ્યક્તિનુ પીજીવીસીએલ ની બેદરકારીને કારણે ઈલેક્ટ્રીક સોટ લાગતા ઘટના સ્થળે મોત નિપજયું હતું ત્યારે શું લીંબડી પીજીવીસીએલ કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે તેવા લોકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ રોડ જાહેર રોડ છે અને આ રોડ પર થી રોજે હજારો લોકો પસાર થાય છે ત્યારે લોકો દ્વારા એવું જણાવ્યું હતું કે આવનારા સમયમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો જવાબદાર પીજીવીસીએલ રહેશે તેવી લોક ચર્ચા ચાલી રહી છે.
કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર