બેંક ઓફ બરોડાની પાલેજ શાખાનું પાસબુકમાં એન્ટ્રી પાડવાનું ઓટોમેટિક એન્ટ્રી મશીન જૂનું થઈ ગયું હોય વારંવાર ખોટકાઈ છે. મશીન બંધ થયા પછી ટેક્નિશયન ભરૂચથી આવે ત્યારે રીપેર થાય છે અને થોડા દિવસોમાં ફરી ખોટકાય જાય છે. જેનાં કારણે ખાતેદારો વારંવારનાં બેકમાં ધરમ ધક્કા ખાઈ રહયાં છે. બેંકમાં શનિવારે મશીન બંધ હોવાનું બોર્ડ ટીંગાડીયું છે. એટીએમનાં કર્મીનું કહેવું છે કે ગુરુવારે મશીન ચાલુ હતું. અહીં ગ્રાહકોની સુવિધા માટે નવું મશીન મુકવાની ગ્રાહકોમાંથી માંગ ઉઠવા પામી છે.
ઇમરાન મોદી.પાલેજ
Advertisement