હવે ભરૂચ જીલ્લામાં વરસાદ વિદાય લઈ રહ્યો છે. ત્યારે ધીમા પગલે ઠંડીની મોસમની શરૂઆત થવી જોઈએ તેના બદલે ભરૂચ જીલ્લામાં ગરમી વધી રહી છે. હવામાન ખાતાનાં જણાવ્યા અનુસાર આજે તા.3-10-2020 નાં રોજ મહત્મ તાપમાન 34 ડિગ્રી કરતાં વધુ નોંધાયું હતું. આ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે. ત્યારે ઠંડીની મોસમ કેવી હશે અને કયારે શરૂ થશે તેનો વિચાર કરવો રહ્યો.
Advertisement