આજરોજ સત્યનાં પૂજારીઓ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે એક ગરીબ ખેડૂતે પોતાની જમીન છેતરપિંડી કરી લોકોએ વેચી દીધી હોવાના પગલે ન્યાય મેળવવા માટે ભીખ માંગી હતી. આ અંગેની વિગત જોતાં ચંદુભાઈ ધનજીભાઇ રોજાહરા રહે. વિશ્વનાથ ટાઉનશીપ તુલસીધાં રોડ ભરૂચનાં જણાવ્યા મુજબ સુરત જીલ્લાનાં કામરેજ તાલુકાનાં વલથાન ગામના ડાહ્યાભાઈ છગનભાઇ દેસાઇ, ઈશ્વરભાઈ રણછોડભાઈ દેસાઇ, દિનેશભાઇ ખંડુંભાઈ દેસાઇ તમામ રહે. વલથાન તા.કામરેજ સુરત આ બધાએ મળીને બોગસ દસ્તાવેજ ઊભા કરી છેતરપિંડી કરી ચંદુભાઈ રોજાહરાની જમીન વેચી દીધી છે. જે અંગે ચંદુભાઈ રોજાહરા દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની જંગ ખેલાઈ રહ્યો છે. જે અંગે સત્યના માર્ગે ચાલવા ગાંધી જયંતિ નિમિત્તે ચંદુભાઈ રોજાહરાએ ડૉ.બાબાસાહેબ આંબેડકરનાં સ્ટેચ્યુ પાસે જાહેરમાં દેખાવ કરી ન્યાયની ભીખ માંગી હતી.
Advertisement