આજરોજ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ખેડૂતોનાં પ્રશ્નો બાબતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સ્ટેશન રોડ પર ધરણાં કાર્યક્રમ યોજાયો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત હિત વિરોધ જે ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા તેના વિરોધમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે ઉપરાંત હાલમાં કામદારોની જે દશા થઈ રહી છે જેને વાંચા આપવા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પૂજય મહાત્મા ગાંધી અને ભારતનાં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલી આપવા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ ધરણાં કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરીમલસિંહ રણા, નગર પ્રમુખ તેજપ્રીત શોખી, પ્રવકતા નાઝુ ફડવાલા, અરવિંદ દોરાવાલા, રાધે પટેલ, મહેશ પરમાર, ઝુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, શેરખાન પઠાણ, જયોતિબેન તડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાની સાથે જ પોલીસે આંદોલન કાર્યકરોની અટક કરવાની શરૂ કરી હતી. 20 જેટલા આગેવાનોની અટક કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનાં પ્રશ્નો બાબતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું.
Advertisement