Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળતા શ્રી ડી.એ.શાહ.

Share

ગુજરાતના અધિક વિકાસ કમિશ્નર ડી.એ.શાહની (IAS) નર્મદા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આજે તા. ૧ લી ઓક્ટોબર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે. પૂર્વ કલેક્ટર એમ.આર.કોઠારી ગઇકાલ તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ના રોજ વય નિવૃત થતાં તેમની જગ્યાએ શ્રી શાહની નિમણૂક થઇ છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગાંધીનગર ખાતે અધિક વિકાસ કમિશ્નર તરીકે ડી.એ.શાહ રેગ્યુલર ફરજના ભાગરૂપે કાર્યરત હતા તે સમય દરમિયાન અમદાવાદ શહેરની કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર તરફથી તાત્કાલિક અસરથી ખાસ ફરજ પરના અધિકારી તરીકે ડી.એ.શાહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવીડ મેનેજમેન્ટ માટે ફરજ સોંપવામાં આવી હતી અને છેલ્લાં પાંચ મહિનાથી તેઓ સતત કોવીડ મેનેજમેન્ટની કામગીરી સંભાળતા હતા.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

કર્ણાટકમાં મળેલી રાજકીય જીતથી ભરૂચ કોંગ્રેસમાં આનંદની લહેર:ફટાકડા ફોડી વ્યક્ત કરી ખુશી

ProudOfGujarat

માંગરોળ : ભિલ ફેડરેશન સુરત જિલ્લા યુવા પ્રમુખની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

વાઘોડિયા પોલીસે હાલોલ વડોદરા રોડ પર આવેલા નર્મદા મેઈન કેનાલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!