તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં હાથરસમાં દલિત દીકરી પર થયેલ અત્યાચાર, ગેંગ રેપ અને હત્યાના બનાવનાં વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ =ના પ્રમુખ તેજપ્રીત શોખીની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ જિલ્લા સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રણાએ જણાવ્યું કે હાથરસની આ ઘટનાને પગલે સમગ્ર ભરૂચ જિલ્લો ઉત્તર પ્રદેશની સરકાર સામે ફિટકારની લાગણી અનુભવી રહી છે. માસુમ દીકરી પર આવા અત્યાચારના બનાવોને કદી સાખી નહીં લેવાય. દીકરીના હત્યારાઓને ફાંસી આપવી જોઈએ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજીનામુ આપી દેવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને પ્રિયકા ગાંધી પીડિત દીકરીના પરિવારજનોને સાંત્વના આપવા જઈ રહ્યા હતા જે કુટુંબીજનોએ દીકરી ગુમાવી તેમના માટે લાગણી વ્યક્ત કરવા જઈ રહ્યા હતા ત્યારે ઉત્તરપ્રદેશની સરકારે તેમને રોકી તેમની ઘરપકડ કરી, જે અંગે ઠેર ઠેર આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.
ભરૂચ : ઉત્તરપ્રદેશ ખાતે દલિત દીકરી પર થયેલ અત્યાચાર, ગેંગ રેપ અને હત્યાનાં બનાવ અંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ કરી યોગી આદિત્યનાથનાં પૂતળાનું દહન કર્યું.
Advertisement