અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે.પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં સંચાલકોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કેટલીક ફી માફ કરવા માંગ કરવામાં આવી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે કોરોના યુગમાં વિદ્યાર્થીઓના વાલીઓને ખુબ આર્થિક તંગી સહન કરવી પડી રહી છે. ધંધા રોજગાર નથી. મંદી અને મોંઘવારીના યુગમાં આર્થિક પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. તેવા સમયે વિદ્યાર્થીઓ પાસે લાયબ્રેરી ફી, કેમ્પસ ફી જેવી ઈતર ફી ન લેવા રજુઆત કરવામાં આવી હતી. કોલેજ મેનેજમેન્ટ દ્વારા આ બાબતે યોગ્ય કરવા ખાત્રી આપવામાં આવી હતી.
Advertisement