ભરૂચ જીલ્લામાં ટ્રાફિકનાં નિયમોનું પાલન કરાવવા અંગે અને તેથી અકસ્માતોનાં બનાવો ઓછા થાય તે હેતુસર ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તા.14-9-2020 નાં રોજથી તા.29-9-2020 સુધીનાં સમય દરમ્યાન પોલીસતંત્ર દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ ધારણ કર્યા વિનાના 2125, ચાલુ વાહને મોબાઈલ ઉપયોગ કરતાં 108, લાઇસન્સ વગરનાં 152, વધુ પેસેન્જર બેસાડવા અંગે 178, સીટ બેલ્ટ ન બાંધવા અંગે 476, ઓવરલોડ અંગે 31, ડાર્ક ફિલ્મનાં 101 ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જયારે પૂરતા દસ્તાવેજ રજૂ નાં કરતાં વાહન ડિટેઇન કરાયા હોય તેવા 410, બેકાળજીથી વાહન હંકારતા 155, નશો કરી વાહન ચલાવતા 39, રસ્તા પર અડચણ કરે તેવું વાહન ઊભા રાખતા 75, માસ્ક ધારણ ન કરનારા 103, વાહન ચેકિંગની વિગત ન આપે તેવા 1180 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જે દ્વારા રૂ. 8,83,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ભરૂચ : ટ્રાફિકનાં નિયમોનું પાલન કરાવવા હવે પોલીસનું આકરું વલણ, ચેતીને બહાર નીકળવું બાકી દંડ ભરવા રહો તૈયાર.
Advertisement