ભરૂચ જિલ્લાના આમોદ પુરસા રોડ પર નવીનગરી વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસે મળેલ બાતમીના આધારે ગેરકાયદેસર રખાતા અગ્નિશસ્ત્રો ઝડપી પાડયા હતા.
ગેરકાયદેસર ઝડપાયેલ અગ્નિશસ્ત્રોની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે મળેલ બાતમીના આધારે આમોદ-પુરસા માર્ગ પરના નવીનગરી વિસ્તારમાંથી અગ્નિશસ્ત્રો ઝડપાયા હતા. જેમાં 1 USA નાં માર્કવાળી પિસ્તલ, ખાલી મેગ્ઝીન, કાર્ટીઝ, તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 52 હજાર કરતા વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી. અગ્નિશસ્ત્રો સુરતના વ્યક્તિ નીતિન પટેલ પાસેથી લીધા હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે રહીમમિયાં શેરૂ મિયાં રસુલ મિયાં કાજી તેમજ જાવિદ અબ્દુલ અહેમદ પટેલ બંને રહે. આમોદ-પુરસા રોડ નવીનગરીની અટક કરી હતી. આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમા અને ડી.વાય.એસ.પી વિકાસ સુડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ જે.એન ઝાલા પી.એસ.આઇ ચૌહાણ અને તેમની ટીમે કામગીરી કરી હતી.
ભરૂચ : આમોદ-પુરસા રોડ નવી નગરી ખાતેથી અગ્નિશસ્ત્રો સાથે બે આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
Advertisement