રાજપીપળા નગર પાલિકાની પાણીની મુખ્ય લાઈન લીકેજ થતા રોજનું હજારો લીટર પાણી માર્ગ ઉપર વહી રહ્યું હોવા છતાં ઘણા દિવસથી લીકેજ પાણી બાબતે પાલિકા તંત્ર જાણે અજાણ હોય એમ જણાય છે. ત્યારે વેરા વધારવા છતાં કેટલાંક વિસ્તારોમાં પડતી પાણીની તકલીફ બાબતે કાયમી ઉકેલ આવતો નથી અને નવા કામો મંજુર કરાવવામાં જ જાણે રસ હોય તેમ લોકોને પડતી તકલીફ નજર અંદાજ કરાઈ રહી છે જેમાં હાલ કાર માઈકલ પુલ પરની મુખ્ય પાણીની લાઈન એક અઠવાડિયા કરતા વધુ સમયથી લીકેજ જોવા મળતા તેમાંથી રોજનું હજારો લીટર પાણી માર્ગ ઉપર વહી રહ્યું છે. આમ પણ રાજપીપળા શહેરમાં સ્ટેટ સમયની પાણીની લાઈનો છે જે સડી ગઈ હોય વારંવાર તેમાં લીકેજની તકલીફ આવતા પાલિકા દ્વારા ખાડા ખોદી રિપેર કરાય છે જેમાં માર્ગો પર ખોદકામ થતા લાંબા સમય સુધી માર્ગો પણ ઉબડ ખાબડ હાલતમાં થઈ જતા હોય પાલિકા તંત્ર પાણીની લાઈનો બાબતે ગંભીરતાથી નિર્ણય લઈ લીકેજમાં હજારો લીટર પાણીનો બગાડ અટકાવે તે જરૂરી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજપીપળા : એક તરફ અમુક વિસ્તારોમાં પાણી ઓછું મળવાની બુમો છે ત્યાં આમ પાણીનાં બગાડથી લોકોમાં ભારે રોષ : પાલિકા તંત્ર નિષ્ફળ.
Advertisement