છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ૨૩ દર્દીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી જેમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસના સંયુક્ત લક્ષણોવાળા દર્દીઓ મળી આવ્યા હતા.
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર અનીલ ઢાકરના નેજા હેઠળ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે 23 દર્દીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં જેમાં ૧૨ હાઇપર ટેન્શનના દર્દીઓ 6-ડાયાબિટીસ અને 03 હાઈપર ટેન્શન અને ડાયાબિટીસના સંયુક્ત લક્ષણોવાળા દર્દીઓ મળી આવ્યા હતા. ડો. અનીલ ઢાકરે શારીરિક વ્યાયામ કરવા સહિત વ્યસનો ત્યજવા અને વજન જાળવણી સહિતના સૂચનો કરવામાં આવ્યા હતા. આ સાથે તાજા ફળો અને શાકભાજી ખાવા, મીઠું ખાંડ ઓછું લેવા અને યોગા કરવા માટે તમામ દર્દીઓને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.
તૌફીક શેખ : છોટાઉદેપુર
Advertisement