ઉમરપાડા તાલુકાના શરદા ગામે નદી ઉપરનો ડુબાઉ પુલ ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર વરસાદી પૂરમાં ગરકાવ થઇ જતા ગ્રામજનોએ ઊંચો બનાવવાની માંગ કરી છે
શરદા ગામેથી પસાર થતી નદી ઉપર વર્ષો પહેલા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પુલ નીચો હોવાથી વારંવાર વરસાદી પૂરને કારણે પુલ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આ પુલ અનેકવાર પાણીમાં ગરકાવ થયો છે જેથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે તેમજ નીચા પુલ ઉપર પાણી પસાર થતું હોય ત્યારે કેટલીકવાર નાસમજ લોકો પુલ ઉપરથી પસાર થાય છે ત્યારે પાણીના પ્રવાહમાં તણાઈ જઈ જીવ ગુમાવતા હોય છે. આવી ઘટના અગાઉ અનેકવાર બની છે સરકારી તંત્ર ગ્રામજનોની મુશ્કેલીને ધ્યાનમાં લઇ વહેલી તકે ઊંચા પુલનું નિર્માણ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરી નદી ઉપર ઊંચો પુલ બનાવે તેવી આશા અને અપેક્ષા ગ્રામજનો રાખી રહ્યા છે.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.