Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કતોપોર દરવાજા ઢોળાવ વિસ્તારમાં ગેસ લીકેજ થતા અફરાતફરીનું વાતાવરણ….. લોકોમાં ભય વ્યાપી ગયો.

Share

ભરૂચ નગરનાં કતોપોર દરવાજા ઢોળાવ વિસ્તારમાં ગુજરાત ગેસની પાઇપ લાઈન લીકેજ થતા ગેસ લીક થયો હતો. જેના પગલે અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. કતોપોર ઢોળાવ વિસ્તારમાં પાણીની પાઇપ લાઈનનું કામકાજ ચાલી રહ્યું હતું આવા સમયે અચાનક પાણીની પાઇપ લાઈન નજીકથી પસાર થતી ગુજરાત ગેસ લાઈનની પાઇપ લાઈન લીકેજ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જોકે ગેસ પાઇપલાઈન લીકેજ થતા કોઈ અજુગતી ઘટના બની ન હતી. જોકે કેટલાકે વાતાવરણમાં દુર્ગધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. ઘટનાની જાણ થતા ગુજરાત ગેસ કંપનીનાં કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમયસરની કામગીરી કરી હતી. ભરૂચ ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ તંત્ર એક્શનમાં, અકસ્માત થશે તો કડક કાર્યવાહી કરવાની મેયરની ચીમકી.

ProudOfGujarat

સુરતનાં એક જવેલર્સએ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમની નોટો તૈયાર કરી.

ProudOfGujarat

વહેલી સવારે ભરૂચ નગરના આજુબાજુના વિસ્તારને બાનમાં લેતું ધુમ્મસ નું વાતાવરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!