ભરૂચ જીલ્લામાં ઘરફોડ ચોરીનાં બનાવો વધે તેવી સંભાવના નકારી શકાતી નથી. હાલ મંદી અને મોંધવારીનાં સમયમાં જયારે વિવિધ કર્મચારીઓ અને કામદારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. ત્રણ પાળીની જગ્યાએ બે પાળીમાં કામ થઈ રહ્યું છે. ત્યારે મંદી અને મોંધવારી સાથે બેકારીની સમસ્યા ઉદભવી છે. જેના પગલે ભરૂચ જીલ્લામાં નાનામોટા ગુનાઓ અને તેમાં પણ ઘરફોડ ચોરીનાં ગુનાઓ બને તે સંભાવના નકારી શકાતી નથી. કોરોના યુગમાં પરપ્રાંતિયો વતન તરફ ગયા હતા પરંતુ તે પૈકીનાં મોટાભાગનાં પરપ્રાંતિયો ફરી ભરૂચ જીલ્લામાં પરત આવેલ છે. પરંતુ કામધંધો નહીં મળતા તેઓમાં પણ બેકારીનું વાતાવરણ જણાઈ રહ્યું છે. ઘરફોડ ચોરીનાં બનાવ આવનારા દિવસોમાં વધે તેવી સંભાવના છે તેથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલીંગ સધન કરી દેવાયું છે.
Advertisement