દેડીયાપાડા તાલુકાના જંગલ ખાતાના સનદ ધરાવતા ખેડૂતોને સરકારના લાભ મળે તેવી રજૂઆત સાથે તાલુકાના ખેડૂતો તેમજ સરપંચ પરિષદ દક્ષિણ ઝોન ગુજરાતના પ્રમુખ નિરંજનભાઈ વસાવાના નેજા હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધતું એક આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યું છે કે દેડીયાપાડા તાલુકાના ૮ ગામના ખેડૂતો વર્ષોથી જંગલની જમીનો ખેડતા આવ્યા છે અને પાક લેતા આવ્યા છે તેઓ પાસે જંગલની સનદ હોવા છતાં તેમને સરકારના લાભો મળતા નથી જેથી આ ખેડૂતોની માંગ છે કે તેમને રેવન્યુમાં સમાવવામાં આવે માટે સરકારના તમામ લાભો મળે તેવી રજૂઆત કરી હતી, ઉપરાંત આવનાર સમયમાં જો તેમની આ માંગ નહીં સંતોષાય તો આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી
Advertisement