Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોકરી આપવાની વાત કહી સિક્યોરિટીની તાલીમમાં મોકલ્યા બાદ આદિવાસી યુવાનો છેતરાયા હોવાનો આક્ષેપ.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિકોને રોજગારી આપવામાં આવશે તેવી સરકાર દ્વારા વાતો થઇ રહી છે જેની વચ્ચે એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં આદિવાસી યુવાનોને સિક્યોરિટીની ટ્રેનિંગ આપ્યા બાદ નોકરીએ ન લેવાતા હોવાનો યુવાનો આક્ષેપ કરી રહ્યા છે. ઉપરાંત ટ્રાઇબલ ખાતામાંથી તેમના નામે ગ્રાન્ટ ખવાઈ ગઈ હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે તેઓએ આ બાબતે નર્મદા જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યું છે કે ગયા વર્ષે નર્મદા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા રાજપીપળા પ્રાયોજના વહીવટદારની કચેરી ટ્રાયબલ સબ પ્લાનના સહયોગથી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિનસી વિલિયમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી વિષય સંદર્ભે તાલીમ માટે ઓક્ટોબર 2019 માં રક્ષા એકેડમી તરફથી રાજપીપળા ખાતે મોકલાયા સિક્યોરિટી સર્વિસની પસંદગી પામેલ ૩૦ જેટલા યુવાનોને આંધ્રપ્રદેશ ખાતે તાલીમમાં લઈ જવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે તાલીમ બાદ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમને સિક્યોરિટી માટે નોકરી પર રાખવામાં આવશે પરંતુ આજે આ વાતને એક વર્ષ પૂરું થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સિક્યુરિટી એજન્સી કાર્યરત છે જેમાં અમને કોઈ પૂછતું પણ નથી અમે એજન્સીના લોકોને વારંવાર સવાલ પૂછતા યોગ્ય ઉત્તર પણ મળતો નથી આમ અમને પ્રતિત થઈ રહ્યું છે કે અમારી તાલીમ અને અમારા નામે ખાલી ટ્રાયબલ ડિવિઝનમાંથી ગ્રાન્ટ ઉપાડવા માટે આવી હતી આમ કોઈ ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે જેથી હવે આપ અમને સાત દિવસમાં યોગ્ય નોકરી ન આપી શકો તો અમારા નામે જે ગ્રાન્ટ ખાવામાં આવી છે અમને પાછી આપવામાં આવે.

( રાજપીપળા : આરીફ જી કુરેશી નર્મદા )

Advertisement

Share

Related posts

ગોધરા:ભામૈયા થી પરવડી બાયપાસ બનનારા નવીન રોડ માટે શીમલા ગેરેજ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દુર કરાયા.

ProudOfGujarat

બોલો 20 કા 100, નેત્રંગ ખાતે ભરાતા હાર્ટ બજારમાં દુકાનદારો પાસેથી ઉઘરાણીનું ચાલતુ કથિત કૌભાંડ..?

ProudOfGujarat

હાંસોટ પોલીસે બાતમીના આધારે અંભેટા ગામનાં રોડ પરથી પર પ્રાંતીય દારૂ અને બે ફોર વ્હીલર મળી કુલ ચાર લાખથી વધુ મુદ્દા માલ સહિત બે આરોપીઓ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!