ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સમિતીના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ગોધરાની મુલાકાત લીધી હતી. જેમા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આયોજીત સંવાદ કાર્યક્રમમા હાજરી આપી હતી. હાર્દિક પટેલે જીલ્લાના ગોધરા,હાલોલ,કાલોલ,શહેરા,જાંબુઘોડા ,મોરવા હડફ,ના કાર્યકરો અને હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક કરી જરુરી ચર્ચા વિચારણા કરી હતી. ગોધરા ખાતે સવારે સાડા દસ વાગે આવી પહોચ્યા હતા. તેઓએ પહેલા વિશ્વકર્મા મંદિર ખાતે શિસ નમાવીને સીધા કોંગ્રેસ કાર્યાલય પહોચ્યા હતા. અને ત્યા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી દ્રારા તેમનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ તેમને હોદ્દેદારો,આગેવાનો ખેડૂતો,તેમજ જીલ્લાની સમસ્યાના પ્રશ્નોને લઇને ચર્ચા વિચારણા કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમા તેમને જણાવ્યુ હતુ. આગામી સમયમા જીલ્લા તેમજ તાલુકા પંચાયત નગરપાલિકા ની ચુટણીઓમાં કોંગ્રેસનો વિજય થાય તેમાટે મીંટીગ રાખવામા આવી છે. સરકાર દ્વારા સહાય પેકેજમા પંચમહાલ જીલ્લાનો સમાવેશ ન કરવા આવ્યો હોવાને લઇને આક્ષેપ કરેલ કે આ જીલ્લામા ખેડુતોના મકાઇ અને ડાંગરના પાકને નુકશાન થયુ છે. અને સરકારે પોતાની જવાબદારીઓમાથી છટકવા માટે પંચમહાલ જીલ્લાનો સમાવેશ કરેલ નથી. તે દુ:ખની વાત છે. હાર્દિકની મુલાકાત ને લઇને પંચમહાલના રાજકીય માહોલમાં પણ ગરમાવો આવ્યો હતો. આ સંવાદ કાર્યક્રમમાં જીલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ,તાલુકા અને ગ્રામીણ વિસ્તારના કાર્યકરો હાજર રહ્યા હતા.પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.
રાજુ સોલંકી:- પંચમહાલ