Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલ પત્રમાં સ્ફોટક રજૂઆત કરી.

Share

સાંસદ મનસુખ વસાવાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંકળાયેલ વિવિધ બાબતો અંગે રજૂઆત કરેલ છે. પત્રમાં જણાવ્યા અનુસાર ગરુડેશ્વર પાસે વિયર ડેમ બનાવવામાં આવેલ છે. જેના આર્કિટેક અને એન્જિનિયરિંગમાં કોઈને કોઈ ભૂલ રહી ગઈ છે જેથી વિયર ડેમની બંને તરફ ઓછામાં ઓછા એક કી.મી. ની વધુ દૂર સુધી સુરક્ષા દીવાલ બનાવવી જરૂરી થઈ ગઈ છે. જે અત્યારસુધી બનાવવામાં આવી નથી તથા આ કારણે વિયર ડેમની ઉપરથી તીવ્ર ગતિથી આવતા પાણીનાં વહેણમાં વિયર ડેમના બંને તરફનાં કિનારાની જમીનને ઘણું નુકસાન થયું છે. તેમજ પાછલા કેટલા વર્ષોથી ગરુડેશ્વર દત્ત મંદિર પાસે મહારાણી અહિલ્યાબાઈનાં નામથી પ્રસિદ્ધ ઘાટ હતો તે પાણીનાં તીવ્ર વહેણથી તૂટી ગયો છે અને ગરુડેશ્વર દત્ત મંદિરની પાસે નર્મદેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક મંદિર હતું તે પણ પાણીનાં તેજ રફતારથી તૂટી ગયું છે. આમ ગરુડેશ્વર પાસે આવેલ અનેક ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે. તેમજ દત્ત મંદિર પાસે ટ્રાઈબલ બાળકો માટે 1 થી 8 ધોરણ સુધી સરકાર ગ્રાન્ટથી ચાલતી 25 વર્ષ જૂની આશ્રમ શાળાની દીવાલ પાણીનાં વહેણમાં તૂટી ગઈ છે. આ રીતે સામેના કિનારે પીપરિયા, ઇન્દ્રવર્ણા ગામનાં આદિવાસીઓની જમીન કે જેઓ શાકભાજીની ખેતી કરતાં હતા તે જમીનનું ધોવાણ થઈ ગયું છે. તેમજ નર્મદા પુરાણમાં દંડેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે ત્યાંની પરિક્રમા સ્થળની જમીન પણ પાણીમાં વહી ગઈ છે. જેથી ખૂબ નુકસાન થયું છે. જેથી આવનારા સમયમાં સુરક્ષિત દીવાલ નહીં બનાવવામાં આવે તો લોકોની સંપત્તિને નુકસાન થવાની સંભાવના છે તેથી આ અંગે યોગ્ય કરવા સાંસદ મનસુખ વસાવાએ નરેન્દ્ર મોદીને વિનંતી કરેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે બનેલ ઘાતક મર્ડર કેસમાં ત્રણની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ સક્કર તળાવ ફળિયામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, હજારોના મુદ્દામાલ સાથે એક બુટલેગરની ધરપકડ

ProudOfGujarat

ઝઘડિયા ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!