Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કૃષિ બિલનાં વિરોધમાં ઝઘડિયા એપીએમસી એક દિવસ બંધ રહ્યુ.

Share

રાજ્યસભામાં રજુ થયેલા બે કૃષિ વિષયક વિધાયક રજુ થતાં વિરોધપક્ષો અને શાસક પક્ષ વચ્ચે આ બાબતે વિરોધ થયો હતો. બિલ બાબતે ઘણી જગ્યાએ વિરોધ જોવા મળે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એપીએમસી એ વિરોધ નોંધાવી એક દિવસ માટે બંધ‌ પાળ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા એપીએમસીના ચેરમેન દિપક પટેલે કૃષિ બિલને ખેડૂત વિરોધી બિલ બતાવી તે બાબતે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. દરમિયાન આજે એપીએમસી દ્વારા ‍તમામ કામકાજ બંધ કરીને બિલનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોને બિલનો સખત વિરોધ કરવા અનુરોધ કર્યો હતો. કૃષિ બિલના વિરોધમાં ઝઘડિયા એપીએમસી દ્વારા બંધ પાળીને કૃષિ બિલને ખેડૂતોના હાથ ભાંગી નાંખવા બરાબરનું ગણાવ્યું હતું. બિલના વિરોધના પગલે એપીએમસીનુ તમામ કામકાજ બંધ રહ્યું હતું. ચેરમેન‌ દિપક પટેલે બિલને ખેડૂત વિરોધી ગણાવ્યુ હતું. બિલને પગલે કોઈ ઇસ્યુ થશે તો ખેડૂત‌ કોર્ટમાં જઈ શકશે નહીં જેથી તેમાં વેપારી સફળ થશે એમ જણાવાયુ હતું. આવશ્યક ચીજવસ્તુ ધારામાં મલ્ટી નેશનલ કંપનીઓને છુટ મળશે‌ અને કંપનીઓ સીઝનમાં ખેડૂતો પાસેથી તેમની‌‌ મરજી મુજબના ભાવે માલની ખરીદી કરશે અને સીઝન પુરી થયા બાદ તેનો સંગ્રહ કરી તેને ઉંચા ભાવે વેચશે તો સરકાર ખેડુતોની આવક ડબલ કેવી રીતે કરશે ? ફાર્મીગ એક્ટએ ખેડૂતોને તેમના જ ખેતરમાં ખેત મજુર બનાવી દેશે તેમ ઝઘડિયા એપીએમસીના ચેરમેને વધુમાં જણાવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

૧૫ મી જુલાઇથી શરૂ થતી રીપીટર/ખાનગી/ પૃથ્થક ઉમેદવારોની ધો.-૧૦ અને ધો.-૧૨ ની બોર્ડની પરીક્ષાઓના સમયગાળા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા હુકમ.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં બનેલ સામુહીક દુષ્કર્મ વિથ મર્ડ૨નો ગુનો ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી છ નરાધમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!