Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં વરસાદ અને વાવાઝોડાથી ડાંગરનાં પાકને વ્યાપક નુકસાન થવાથી આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની.

Share

ઉમરપાડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી વરસતા વરસાદ અને વાવાઝોડાના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉમરપાડા તાલુકામાં સંપૂર્ણપણે આદિવાસી નાના ખેડૂતો વસવાટ કરે છે અને આકાશી ખેતી ઉપર આ ખેડૂતો નિર્ભર છે ત્યારે હાલના સંજોગોમાં કુદરતી આફત ઊભી થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની સાથે વાવાઝોડું ફૂંકાઇ રહ્યું છે જેને લઇ ડાંગરનો તૈયાર પાક બગડી ગયો છે. જેથી ખેડૂતોના મોંમા આવલો કોળીયો છીનવાઇ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે. તાલુકાના સરવણ ફોકડી ચિતલદા તેમજ નવી વસાહત વિસ્તાર સહિત સમગ્ર તાલુકામાં ખેડૂતોના ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે તાત્કાલિક ધોરણે ડાંગરના પાકનું સરકાર સર્વે કરાવી ખેડૂતોને પાકનું વળતર ચુકવેએ દિશામાં કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
ડાંગરના પાકમાં થયેલું નુકસાન કોઈ અધિકારી જોવા નથી આવતા.
ઉમરપાડાના મોટી ફોકડી ગામના આદિવાસી ખેડુત પાંચીયાભાઇ ડુંગરિયાભાઈ વસાવાએ જણાવ્યું કે અમારા ડાંગરના પાકને વરસાદ વાવાઝોડાથી વ્યાપક નુકશાન થયું છે છતાં કોઈ સરકારના જવાબદાર અધિકારી નુકસાન જોવા નથી આવતા ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી કરાવે અને ખેડૂતોને ડાંગરના પાકની નુકશાની પેટે વળતર ચુકવે તેવી અમારી માંગ છે

વિનોદ (ટીનુ ભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

વડોદરા : રોંગ સાઇડથી આવતા મોપેડનો બાઇક સાથે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

ઝઘડિયાનાં બલેશ્વર ગામની યુવતીની ગુજરાત મહિલા ક્રિકેટની સિનિયર ટીમમાં પસંદગી.

ProudOfGujarat

પાનોલી: જી.આઈ.ડી.સી ની જી.આર.ડી.ડાયનામિક કંપનીના કોન્ટ્રાકટરે કામદારોને બે મહિનાથી પગાર નહી ચુકવતા કામદારોની હાલત કફોડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!