ભરૂચ જીલ્લામાં એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ પૂરની પરિસ્થિતીનાં પગલે ખેડૂતો અને રહીશો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે ત્યારે હાલ ભરૂચ જીલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે નર્મદા નદીની સપાટીમાં પણ સતત વધધટ થઈ રહી છે. જેમ કે તા.24-9-2020 નાં સવારે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 15.75 ફૂટ નોંધાઈ હતી જે 8 વાગ્યા સુધી સ્થિર રહી હતી. જયારે 10 વાગ્યે સપાટી વધીને 16.40 થઈ અને 12 વાગ્યે 17.05 થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતું હોવાથી સપાટીમાં વધધટ થઇ છે.
Advertisement