સમગ્ર સમાજને કોરોનાથી બચવા અંગે માસ્ક ધારણ કરવા અંગેની સલાહ આપનાર આરોગ્યતંત્રનાં કર્મચારીઓ માસ્ક ધારણ કરતાં નથી તેવો આક્ષેપ મૂળજીભાઈ ગોવિંદભાઇ ડોડીયા રહે. રતન તળાવ આચારજી રોડ ભરૂચએ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર કોરોનાનો હાહાકાર સમગ્ર જીલ્લામાં છે ત્યારે કોરોનાની વિવિધ માહિતી મેળવવા માટે RTI કરી હતી તેનો જવાબ સમયસર ન મળતા તેઓ અપીલ કરવા ગયા હતા. ત્યારબાદ તેમણે તા.24-9-2020 નાં રોજ જીલ્લા પંચાયત બોલાવ્યા હતા પરંતુ અરજદાર મૂળજીભાઈ ગોવિંદભાઇ ડોડીયા સમયસર પહોંચી ગયા હતા પણ ત્યાં જવાબદાર અમલદાર જણાયા ન હતા. તેમણે એમ કહેવામાં આવ્યું કે સાહેબ મિટિંગમાં છે થોડું ફરીને આવો પરંતુ મૂળજીભાઈ ગોવિંદભાઇ ડોડીયા ત્યાં ફરવા ગયા ન હતા તેથી તેમને પોતાનો વિરોધ મીડિયા સમક્ષ કર્યો હતો સાથે એમ પણ જણાવ્યુ હતું કે આરોગ્ય ખાતાનાં કર્મચારીઓ લોકોને સુફિયાની સલાહ આપે છે પરંતુ પોતે માસ્ક ધારણ કરતાં નથી.
ભરૂચ : કોરોના મહામારીમાં સલાહ આપનારા જ માસ્ક ન પહેરતા હોવાના આક્ષેપ, જાણો વધુ.
Advertisement